CPMLive.co.in NewsLetter
Updates from www.CPMLive.co.in
WebHosting Free (by Admin, published Friday, 26 December 2008 18:52)
Now, This is even more exciting. to get your website up and running , here is one good FREE web hosting provider to choose - 000webhost.com They provide hosting absolutely free, there is no catch. I am now using them for about 3 months and hardly seen any downtime of server problems. There is no any kind of advertising on my pages too, so I think its worth to signup. (Founded in December 2006, 000webhost.com has a trusted free hosting members base of over 60,000 members. ) It provides following features - 1500 MB of Disk Space, 100 GB Bandwidth - Host your own domain ( http://www.yourdomain.com/) - Free Subdomain or Your Own Domain - cPanel Powered Hosting (you will love it) - Over 500 website templates ready to download - Easy to use website builder - Free POP3 Email Box with Webmail access - FTP and Web based File Manager - PHP, MySQL, Perl, CGI, Ruby. - And many more.. Also to mention, cpmlive.co.in is also made using 000webhost. Let me know if you need any help on this. I will be happy to assist. You can Click below and register. Enjoy Genuine FREE things around the world... |
Get Your Free Domain Name ( yourname.co.cc ) (by Admin, published Friday, 16 January 2009 15:09)
If you are planning to build your own website, I would like to recommend to get a FREE domain name. Get something like yourname.co.cc + many more DNS names features you can use Click below to get it for yourself. Once you have it , it will be a great fun. Now you can also host your wordpress blog at your domain name. Let me know if you need help to do this. I will be happy to assist. Enjoy genuin free stuff around the world... |
મંદિરોમાં પ્રભુને અન્નકૂટ અને છપ્પનભોગ કેમ ધરાવવામાં આવે છે? (by Admin, published Thursday, 18 December 2008 17:52)
મંદિરોમાં દિપોત્સવીના તહેવારમાં પ્રભુને અન્નકૂટ ધરાવવામાં આવે છે. શ્રીનાથ દ્વારામાં તો આસો વદી અગીયારસથી જ દિવાળીના ઉત્સવની ધામધૂમ થાય છે. પ્રભુ સુંદર સામગ્રી આરોગે છે. પ્રભુ જરીના ભારે વસ્ત્રો, ભારે શૃંગાર ધારણ કરે છે. રાત્રે શપનમાં સોના ચાંદીની કામની, કાષ્ટની કલાત્મક હાટડીઓ સર્જાય છે. દીપદાન થાય છે. મંદિરોમાં દીવડાનો પ્રકાશ ઝગમગ થાય છે.પ્રભુનો અન્નકૂટ હૃદયને આનંદ આપનારો છે. તેનાં દર્શન આનંદે આપનારાં છે. નૂતનવર્ષે ગાયોને ગૌશાળામાંથી બોલાવી શણગારવામાં આવે છે. ગાયોનું પૂજન થાય છે. મંદિરોમાં (પુષ્ટિ) ગોવર્ધનપૂજાનાં અનેરાં દર્શન થાય છે. ”દેખોરી હરિ ભોજન ખાત” કીર્તન છે. અન્નકૂટની પુષ્ટિમાર્ગમાં વિશેષતા છે કે આ મહાયજ્ઞાની સામગ્રીઓ માટીનાં વાસણો અને વાંસના ટોપલામાં સજાવાય છે. સોના ચાંદીના વાસણો પાત્રોમાં મુકવામાં આવતા નથી. શ્રીનાથજીની વિશેષતા છે કે આજુબાજુના ગામોના ભીલ લોકોને સખડી લુંટાવા બોલાવાય છે. કેવું પ્રભુનું ભીલ લોકોનું સાનિધ્ય ! શ્રી ગિરીરાંજ શ્રેષ્ઠ છે. તેમનાં દર્શનથી પ્રભુ મનની ઇચ્છા પાર પાડે છે. અન્કૂટોત્સવ અને ગિરીરાજ પૂજનની પ્રજા ઇન્દ્રના મદનું ખંડન કર્યું ત્યારથી (મદનું) આ લીલા સ્વરૃપે થાય છે. એટલે જ કારણકે સુદી એકમે ગિરિરાજ પૂજન થાય છે. પ્રભુએ બાલ્ય અવસ્થામાં કરેલી ગોવર્ધનની લીલા ભાગવત્જીમાં સુંદર રીતે વર્ણવેલી છે. મંદિર એ બ્રહ્માજીનું સ્વરૃપ છે. પુષ્ટિમાર્ગમાં શ્રીજીની, ઠાકોરજીની પ્રસન્નતા એજ જીવની પ્રસન્નતા છે. વૈષ્ણવ સંપ્રદાયમાં આથી જ છપ્પનભોગનું ખૂબ મહત્વ છે. છપ્પનભોગનાં દર્શન તો વૈકુંઠ સુખ આપે જ. પ્રભુ તે દર્શન કરનાર ઉપર કૃપા કરે પણ તેમાં કોઈપણ પ્રકારનો સહયોગ આપનાર ઉપર શ્રી ઠાકોરજી કૃપા વરસાવે ! અન્નકુટ અને છપ્પનભોગનો પ્રસાદ આ પામર શરીરની શુદ્ધિ કરાવે ! શ્રી પ્રભુચરણ શ્રી ગુંસાઈજીએ સંવત ૧૬૧૫માં સર્વ પ્રથમ છપ્પનભોગ માગશર સુદી ૧૫ને દિવસે શ્રી ગોવર્ધન ધરણ શ્રીનાથજીને સમર્પિત કર્યો હતો. ત્યારથી આજ દીન સુધી આ છપ્પનભોગની પરંપરા આપણા પુષ્ટિમાર્ગમાં ઠાકોરજીને સમર્પિત કરવામાં આવે છે. આ છપ્પનભોગની સંખ્યાનું આધ્યાત્મિક આધિદૈવિક અને આધિભૌતિક એમ ત્રણ પ્રકારનું મહત્વ છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ શ્રી વૃષભાનજીએ પોતાની પુત્રી શ્રીરાધિકાજીનાં શ્રી કૃષ્ણ સાથેના લગ્ન પ્રસંગે શ્રી નન્દરાયજી અને પરિવારને જમાડવા પહેલો છપ્પનભોગ કર્યો. તેમાં સપરિકર (૧) નંદરાયજી (૨) શ્રી યશોદાજી (૩) શ્રી કૃષ્ણ (૪) શ્રી રાધાજી (૫) શ્રી દાઉજી (૬) શ્રી રેવતીજી તથા પત્નીઓ સહીત નવ નંદ, નવ ઉપનંદ, છ વૃષભાન મળીને ૫૪, ૫૫ શ્રી વૃષભાનજી ૫૬. શ્રી કિર્તીજી આમ છપ્પન આસન થાળ ભોગ ભાગના પરથી છપ્પનભોગ સિદ્ધ થયો. સંકેતવનમાં યુગલ સ્વરૃપના વિવાહ ખેલોમાં તથા ગિરિરાજજીમાં પણ સખીજનોએ છપ્પનભોગ આરોગાવેલો છે.
કાત્યાયની વ્રત પછી વ્રતોદ્યાપન રૃપે ભગવાન (દુર્વાસાજી) દ્વારા કુમારિકાઓએ કરેલો છપ્પનભોગ આરોગ્યા છે. ગોકુલમાં અનેક શુભ પ્રસંગોએ સાતે સ્વરૃપોને અનેકવાર ભક્તોએ છપ્પનભોગ આરોગાવેલ છે. આ પ્રણાલીકાનો સિલસીલો આજે ચાલુ રહ્યો છે વલ્લભકુળના આચાર્યશ્રીઓએ શુભ પ્રસંગે પોતાના સેવ્ય સ્વરૃપોને વારંવાર આ છપ્પનભોગ આરોગાવેલો છે. આ એક ભક્તિમાર્ગીય પુષ્ટિ સેવા પ્રકાર છે. છપ્પનભોગ એ પુષ્ટિમાર્ગની અને વલ્લભકુલ પરિવારની વિશિષ્ટ સેવાનો પ્રકાર છે.
આમાં હૃદયની ભાવના અને ઠાકોરજીને ભોગ ધરાવવાની એક ઉત્કૃષ્ટ આતુરતા છે. ભક્તિ એટલે ભગવાનને વશ થઈને પ્રેમપૂર્વક થતી સેવા. સેવામાં સ્નેહ જ મુખ્ય છે.છપ્પનભોગએ (પ્રભુ) ઠાકોરજીના સુખ માટેનું એક કાર્ય છે. શ્રી કૃષ્ણલીલા ભૂમિ વ્રજ કમલ જેવી છે. તેમાં ક્રમશઃ ૩૨ + ૧૬ + ૮ = ૫૬ પાંખડીઓ છે. તેમાં એક સખીનજન પોતાના પ્રિય પ્રભુને એક એક સામગ્રી આરોગાવે છે.
આ સામગ્રીઓ છપ્પન પ્રકારની બને છે. સામગ્રીમાં છપ્પન જ પ્રકાર છે તેમ માનવું નહીં. આધિદૈવિક દ્રષ્ટિએ જોઈશું તો ગોવર્ધન પ્રભુ સહિત આઠ દીવ્ય સ્વરૃપો અને સાત બાળકોની સેવા ૮ x ૭ = ૫૬ થાય. આધિભૌતિક દ્રષ્ટિએ જીવ ૮૪ લાખ યોનિમાં ભ્રમણ કરે છે. એમાં મનુષ્યની યોનીને બાદ કરીએ તો ૮૩,૯૯,૯૯૯ યોની બાકી રહે છે. જેના અંકનો સરવાળો ૮ + ૩ + ૯ + ૯ + ૯ + ૯ + ૯ = ૯ ૫૬ છપ્પન થાય છે. આમ આ છપ્પનભોગમાં સેવા આપવાથી તેનાં દર્શન કરવાથી જન્મ મરણના ચક્કરમાંથી નિવૃત્તિ મળે છે. પ્રભુ પોતાના વૈકુંઠધામમાં આશ્રય જીવને (મૃતભાન) મૃતાત્મા આપે છે. આમેય આ છપ્પનભોગ હૃદયમાં આનંદ આનંદના દીવડા પ્રકટાવે છે.
લૌકીક જગતમાં દિપોત્સવી પર્વ બધા જ મંગલ સ્વરૃપે ઉજવે છે. દિવાળી એટલે - દિવાળી દિ’ વાળે એ દિવાળી, દિવાળીમાં ઘર ઘર દીવડા થાય, માનવ ખૂબ ખૂબ હરખાય, ઠાકોરજીને દિવ્ય અન્નકૂટ ધરાવાય દર્શન કરવાથી મંગલ બનાય માનવ નીરખી ખૂબ હરખાય, આંગણે સાથિયા પુરાય, પ્રભુને ઘેર આમંત્રણ અપાય, શ્રીજીનો અન્નકુટ નિરખી ‘બંસી’ રાજી રાજી બહુ હરખાય ।।
નૂતન વર્ષ લૌકિક જગતમાં ઉજવીયે પણ ઠાકોરજીનો અન્નકૂટ દ્વારા આપણે નૂતન વર્ષ ઉજવીયે છીએ. વ્રજભક્તોને ઇન્દ્રના અન્યાશ્રયથી છોડાવીને શ્રી ઠાકોરજીએ પોતાના આશ્રય સિદ્ધ કરાવી અનેક ભક્તોના મનોરથની સામગ્રી સહસ્ત્ર ભુજાઓ લાંબી કરીને માંગીને ઠાકોરજીએ આરોગી ઠાકોરજીનું અન્કૂટ પ્રસંગે અભ્યગ સ્નાન થાય, સેવા થાય આ એક પુષ્ટિમાર્ગીય યજ્ઞા છે.
અન્નકુટમાં પહેલી હરોળમાં લીલા મેવા, બીજી હરોળમાં સધકા સુકા મેવા, ત્રીજી હરોળમાં તળેલા મેવા, ચોથી હરોળમાં દૂધ ઘરની સર્વ સામગ્રી આવે, પાંચમી હરોળમાં સર્વ પ્રકારના લાડુ આવે, છઠ્ઠી હરોળમાં સર્વ પ્રકારનાં ફીકા કચરિયાં શાક, રાયતુ, ભુંજાના વગેરે આવે, સાતમી હરોળમાં અથાણાં, છૂંદા, મુરબ્બા ધરવા મધ્યમાં સખડી, સાજી આજુ બાજુ સખડીનાં શાક, કઠોળ આવે, સખડી દાળનું ગોળ કુંડાળી કરી મધ્યમાં પાતળ બિછાવી ભીંજેલી ચાદર ધરી તેના પર ભોગ આવે સખડી ચાદર વીના ન ધરાય ગોળ ચક્ર, મધ્યમાં શંખ, ગદા, પદ્મ-ચાર બાજુ ધરાય અન્નકૂટમાં દરેક સામગ્રીના બબ્બે ટોકરા આવે. આ દિવસે ગોબરના ઉત્તમમુખ અને દક્ષિણ પુચ્છના ગોવર્ધન રચવામાં આવે છે. તેના ઉપર અધેડો જામફળીનાં પાનવાળાં ડાળ, ધજા ખોસવામાં આવે છે. આ પ્રસંગે ભક્તો શ્લોક બોલતા હોય છે વામ કર કમલમાં શ્રી ગિરિરાજને ધારણ કરનારા સ્ત્રી વૃંદને હર્ષનું દાન કરનારા ઈન્દ્ર રાજાને ભય ઉપજાવનારા, ગોપીજનોને આશ્ચર્ય ઉત્પન્ન કરનારા, ગોધનનું પ્રિય કરનારા શ્રી ગોવર્ધનનાથ પ્રભુજીને હું દંડવત પ્રણામ કરૃં છું. આ અન્નકૂટોત્સવ નૂતન વર્ષે પ્રભુનો દિવ્ય રીતે ઉજવવામાં આવે છે. આ અન્નકૂટોત્સવ પ્રસંગે પુષ્ટિમાર્ગમાં ઠાકોરજીને આરોગવાનું એક વિશિષ્ઠ પ્રદાન છે. આ શ્રી ગિરિરાજજીનું પરોક્ષ રીતે પૂજન છે. પ્રભુ આરોગોને આજ, અન્નકૂટ સામે ધર્યો છે, મારી ભાવનાનો થાળ અન્નકૂટ સામે ધર્યો છે. મેવા, મિશ્રીનાં ભોગ ધર્યા છે, મોહનથાળ, મીઠાઈના થાળ ધર્યા છે. પ્રેમથી આરોગજો મારા શ્રીનાથ અન્નકૂટ સામે ધર્યો છે. જળરે જમુનાની ઝારી ભરી છે પાનનાં બીડલાં સામે ધર્યાં છે. ભક્તની અરજ પ્રભુ પ્રેમથી આરોગો રે ! |
લાભપાંચમ (by Admin, published Thursday, 18 December 2008 17:54)

‘લાભપાંચમ’ માનવ-દિવાળી અને દેવ-દિવાળી બંનેની સંધિ કરતી તેમજ માનવો અને દેવો બંનેનું શુભ કરનારી, બંનેને લાભપ્રદ એવી પંચમી છેકારતક સુદ પાંચમ એટલે ‘લાભપાંચમ’. પૃથ્વીલોક ઉપર માનવો દ્વારા ઊજવાતા દીપોત્સવી-તહેવારોની પૂણાર્હુતિ વસ્તુત: લાભપાંચમના શુભદિને થાય છે. લાભપાંચમથી દેવોની ‘દેવદિવાળી’ના સત્રનો આરંભ થાય છે અને કારતક સુદ પૂનમે એની પૂણાર્હુતિ થાય છે. માનવીના દીપોત્સવી-પર્વ સાથે અધર્મ, અસત્ય અને અત્યાચાર ઉપર વિજયની અનેક કથાઓ ગુંથાયેલી છે, જેવી કે રામનો રાવણ ઉપર વિજય, દેવી કાલિકાનો રાક્ષસો ઉપર વિજય વગેરે, તો પૌરાણિક કથા પ્રમાણે ભગવાન શંકરે કાર્તિક પૂર્ણિમાએ ત્રિપુર રાક્ષસો અને તેમનાં ત્રણ નગરોનો સંહાર કરી વિજય મેળવ્યો, તેથી દેવોએ દીપમાળાઓ પ્રગટાવી આનંદોત્સવ મનાવ્યો. આમ, માનવ-દિવાળી દેવ-દિવાળી બંનેનો હેતુ સરખો છે. ‘લાભપાંચમ’ તો માનવ-દિવાળી અને દેવ-દિવાળી બંનેની સંધિ કરતી તેમજ માનવો અને દેવો બંનેનું શુભ કરનારી, બંનેને લાભપ્રદ એવી પંચમી છે. કોઈ પણ શુભ કામ કરવા ‘લાભપાંચમ’ ઉત્તમ મનાય છે. નૂતન વર્ષારંભ, અક્ષયતૃતીયા (અખાત્રીજ), વિજયાદશમી (દશેરા), ધનતેરસ, લાભપાંચમ અને ધૂળેટી આ છ કાયમી શુભ મુહૂર્તોમાં ગણાય છે, એટલે લાભપાંચમે કોઈ પણ શુભ કાર્યનો આરંભ કરવા માટે પંચાંગ-શુદ્ધિ જોવાની આવશ્યકતા રહેતી નથી- દિવાળી કે બેસતા વર્ષથી બંધ રાખેલા વેપાર-ધંધાનો શુભારંભ પણ ‘લાભપાંચમ’ના રોજ થાય છે. આ દિવસે દુકાનના ઉંબરા ઉપર કે દ્વાર ઉપર ‘શુભ’,‘લાભ’ જેવા શબ્દો લખાય છે, સ્વસ્તિકનું પ્રતીક રચવામાં આવે છે. આમ, ‘લાભપાંચમ’ એટલે શુભ, લાભ અને સ્વસ્તિક (કલ્યાણ)ની મંગળકારી તિથિ. લાભપાંચમ સાથે ‘લક્ષ્મી’ની પ્રાપ્તિ જોડાયેલી છે. આચાર્ય યાસ્ક ‘લક્ષ્મી’ શબ્દોનો અર્થ સમજાવે છે. લાભ કરનાર હોવાથી અને સૌ તેને જ લક્ષ્ય બનાવીને કાર્ય કરે છે, તેથી તે ‘લક્ષ્મી’ કહેવાય છે. લક્ષ્મી ‘શ્રી’ પણ કહેવાય છે, તેથી લાભપાંચમને ‘શ્રીપંચમી’ પણ કહે છે. ‘શ્રી’નો અર્થ સૌભાગ્ય પણ થાય, તેથી આ ‘સૌભાગ્ય પંચમી’ પણ કહેવાય છે. દીપોત્સવી-લાભપાંચમના તહેવારો એટલે જૈન અને હિંદુ ધર્મનો સંગમ. શ્રમણ અને વૈદિક બંને પરંપરાઓમાં દિવાળી અને લાભપાંચમની અધિષ્ઠાત્રી દેવી શારદા મનાય છે. શારદા એટલે લક્ષ્મી અને સરસ્વતી. આ દિવસોએ વૈશ્યો તેમજ વ્યાપારીઓ વગેરે દ્વારા કરાતા ‘ચોપડા પૂજન’માં વસ્તુત: લક્ષ્મી અને સરસ્વતી બંનેની પૂજા સમાયેલી છે. વૈદિક ધર્મની ‘લાભપંચમી’ જૈન-ધર્મની ‘જ્ઞાનપંચમી’ પણ મનાય છે. જ્ઞાનપંચમીએ પોષધ-વ્રત કરીને ગૃહસ્થે ઉપવાસ કરીને સાધુવૃત્તિથી રહેવાનું હોય છે. આ દિવસે શંગાર, સાંસરિક કાર્યો, સ્ત્રીસંગ વગેરે ત્યજીને જૈન ધર્મના ગણધરોએ સંકલિત કરેલા આગમ-ગ્રંથોનું વાંચન-શ્રવણ કરાય છે અને સમ્યગ્જ્ઞાનની પ્રાપ્તિ માટે સ્વાઘ્યાય-જ્ઞાનગોષ્ઠિ થાય છે. જૈન-દર્શન પ્રમાણે સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર એ મોક્ષનો માર્ગ છે. સમ્યગ્જ્ઞાન એટલે સાચા જ્ઞાનની પ્રાપ્તિ. જ્ઞાન તો આઘ્યાત્મિક ઔષધિ છે, તેથી જૈનધર્મમાં જ્ઞાનદાન શ્રેષ્ઠદાન ગણાય છે. જ્ઞાનના પ્રભાવથી કલેશ, વાસના, રાગદ્વેષ વગેરે નષ્ટ પામે છે. જ્ઞાનની ઉપાસના અને જ્ઞાનના દાન માટે ‘જ્ઞાનપંચમી’ અસ્તિત્વમાં આવી છે. જ્ઞાનપંચમીએ હસ્તપ્રત-ગ્રંથોની કે પુસ્તકોની નકલો કરાવવી અને તેમનું વિનામૂલ્યે વિતરણ કરવું એ ઉત્તમ ધર્મકાર્ય મનાય છે. આ કારણે અનેક હસ્તપ્રત-ગ્રંથભંડારો કે ‘જ્ઞાનભંડારો’ ઊભા થયા. આવા જ્ઞાનભંડારો અઘ્યયન અને સંશોધન માટેનાં ઉત્તમ વિધાકેન્દ્રો બન્યાં છે. ગુજરાતના જૈન જ્ઞાનભંડારોમાં લગભગ પાંચ લાખ જેટલી વિવિધ વિષયોની સંસ્કત-પ્રાકત હસ્તપ્રતોનો સંગ્રહ થયો છે. ‘જ્ઞાનપંચમી’એ કરાતી જ્ઞાનપૂજાનું આ શુભ પરિણામ છે. આજે આ પુસ્તકોની નકલો દ્વારા જ્ઞાનવિતરણ-વિસ્તારની પ્રવૃત્તિ મંદ પડતી જાય છે, એ ચિંતાનો વિષય છે. દીપોત્સવીએ દીપમાળાઓ પ્રગટાવીને અજ્ઞાનના અંધારામાંથી જ્ઞાનના પ્રકાશ ભણી પ્રસ્થાન કરવાની મેળવેલ પ્રેરણા અને નૂતનવર્ષે લીધેલા સંકલ્પોને ચરિતાર્થ કરવાનું પુરુષાર્થ-પર્વ એટલે ‘લાભપાંચમ’. જયા દેવીની પૂજા અને પુરુષાર્થ કરીને વિજય મેળવવાનો આ દિવસ ‘જયપંચમી’ પણ કહેવાય છે. |
Wallpaper - HinduGod (by Admin, published Tuesday, 16 December 2008 15:38)
Mobile Images of Hindu God You can Download the full album in Downloads Section. |
What You Eat Is What You Be… (by Admin, published Thursday, 18 December 2008 17:53)
What You Eat is what you be…I am collecting here some good herbs and stuff which we normally forget to eat on regular basis 1) Sun Light - daily 1 hour atlease 2) Fresh Air - as much as you can 3) Water 4) મરી / black pepper મરી મંદાગ્નિને દૂર કરનારું, પિત્તસ્ત્રાવ વધારનારું, દ્રવ્યનું પાચન કરનારું અને ત્રિદોષને કારણે સ્વાભાવિક રીતે પેદા થનાર કેટલાક જંતુજન્ય ફેરફારોને દૂર કરનાર ઔષધ છે. એમાં એક ઊડી જનારું તેલ છે, જે શરીરમાં જતાં જ પાચનની પ્રક્રિયા સાથે આ તેલ છૂટું પાડવા માડે છે અને રકતધાતુમાં ભળીને એના દોષને - ઝેરને દૂર કરે છે. શ્વાસ,કાસ અને ચામડીના રોગોમાં તે લેવાની ભલામણ કરવામાં આવી છે. એ પ્રયોગમાં આખા મરી ગળવાનું સૂચવવામાં આવ્યું છે. તેનો હેતુ એટલો જ છે કે જેમ જેમ પાચકરસો એની સાથે ભળતા જાય તેમ તેમ એ નરમ પડવા માડે છે. Source: http://www.divyabhaskar.co.in/2008/10/31/0810310940_ahar_sanhita.html 5) આમળા આમળાં સહેલાઈથી મળે છે જેના નિત્ય સેવનથી સદાબહાર યુવાની ટકી રહે છે. ભોજનની શરૃઆતમાં, ભોજનની વચ્ચે કે ભોજનના અંતે આમળાં ખાવાથી આરોગ્ય સારું રહે છે. આમળાંની આયુર્વેદમાં ભારોભાર પ્રશંસા કરી છે. આમળામાં પાંચ રસ છે. એક લવણરસ નથી. રુક્ષ, શીત છે, વિપાકે મધુર અને ત્રિદોષહર છે. દીપન, પાચન પૌષ્ટિક છે. કુષ્ઠ, ગુલ્મ, શોષ, પાંડુરોગ, હરસ, સંગ્રહણી, વિષજ્વર, અરૃચિ, ઉધરસ, પ્રમેહ, શરદી, સ્વરભંગ, કમળો, કૃમિ, સોજા, શ્વાસ વેગેર રોગો મટાડે છે. સ્મૃતિ અને આંખનું તેજ વધારે છે. કૃત્રિમ વિટામીન સી કરતાં કુદરતી વિટામીન સી અન્ય ગુણોથી ભરેલ આમળાં આજે પણ ચમત્કારીક અસર બતાવે છે. રોગ દૂર કરે છે અને નિરોગી જીવન બક્ષે છે. below are some good sites, you will love to browse Indian spices - http://www.indianspices.com/html/s0625allsp1.htm |
લાઈફ સ્ટાઈલ બદલો (by Admin, published Thursday, 18 December 2008 17:47)
Do’s And Dont’sલાઈફ સ્ટાઈલ એકદમ ફાસ્ટ અને અનેક કામો વચ્ચે અટવાયેલી બની ગઈ છે. મંદીનો સામનો કરવો મુશ્કેલ બની ગયો છે. આ માટે લો-પ્રોફાઈલ, કરકસર, જીંદગી જીવવાની સ્ટાઈલને થોડી બદલવાની જરૃર છે. વિશ્વમાં જે લૉ-પ્રોફાઈલની વાત ચાલે છે તેમાં દમ છે. અહીં કેટલાક મુદ્દા આપ્યા છે જે લાઈફ સ્ટાઈલમાં અપનાવવા જેવા છે.
બહુ પૂછ-પૂછ કે બોલ બોલ ના કરો. Do not keep on talking or enquiring on small small things
મોબાઈલ / ટીવી છોડો. સ્લૉ રીડીંગ અપનાવો. Read slowly
સ્લૉ રીડીંગ એ જરા વિચિત્ર લાગે એવી વાત છે પરંતુ હકીકત એ છે કે જો તમને વાંચવાની ટેવ હોય તો ઝડપથી વાંચવાની કોઈ જરૃર નથી. જે મુદ્દો વાંચતા હોય તેને શાંતિથી અને મગજમાં ઊતરે તે રીતે વાંચવાનું રાખો. ઝડપથી વાંચશો તો તમે અંડર-પ્રેશર વાંચતા હો એમ લાગશે. If you read slow and peacefully, it will be well digested and you will also feel good. સંબંધોને શાંતિથી આગળ વધારો. Slowly move ahead in your relations.
સંબંધ શાંતિથી આગળ વધારો. સંબંધને વિકસવા માટે થોડો સમય આપો. ખોટી દોડધામ-ઉતાવળ ના કરો. Unneccessarily dont accelerate things. do it peacefully.
નક્કી કરો કે જે કામ કરીશું તે શાંતિથી અને બહુ હૈયા-હોળી કર્યા વગર કરીશું.
શરીરની કાળજી જરૃરી. Take care of your physical and mental health. ઘણાં લોકો શરીરની કાળજીને શરીર સૌષ્ઠવ સમજી બેસે છે. રોજ જીમમાં જવું એ સારી વાત છે પરંતુ હેવી કસરતોના બદલે માઇલ્ડ બ્રીથીંગ એક્સરસાઈઝ કરવાનો આગ્રહ રાખો. યોગ, ભાવાતિત ધ્યાન વગેરેને અપનાવી મનને પ્રફુલ્લીત રાખો…
મીની બ્રેક - મીની વેકેશન. Take mini break and vacations
બે-ત્રણ મહિને એકાદ મીની વેકેશન પાડો. ચાર-પાંચ દિવસ બધા કામને બાજુએ રાખી કુદરતના સાનિધ્યમાં રહો. Spend time with nature. છોડો કલકી બાતેં… Forget your past ઘણાં લોકો ભૂતકાળને વગોળ્યા કરે છે, તો ઘણાં લોકો ભવિષ્યની ચિંતા કર્યા કરે છે પરંતુ આ બધા વર્તમાન ક્ષણને ભૂલી જાય છે. ( Source : http://www.gujaratsamachar.com/beta/National-News/pp261008-601.html ) |
સ્વસ્થતાથી ૧૦૦ વર્ષ જીવવું હોય તો... (by Admin, published Thursday, 18 December 2008 17:50)
સ્વસ્થતાથી ૧૦૦ વર્ષ જીવવું હોય તો આ નિયમો સમજો અને પાળો
(૧) હજાર કામ મુકી જમી લેવું. (૨) ઊંઘ આવતી હોય તો લાખ કામ મુકી સૂઈ જવું. શરીરના મુખ્ય ત્રણ સ્તંભો આયુર્વેદમાં બતાવ્યા છે. (૧) આહાર (૨) નિંદ્રા (૩) બ્રહ્મચર્ય. નિદ્રા નહિ કરવાથી અનિદ્રાના રોગો થાય છે. અતિ અનિંદ્રાથી ઉન્માદ ઉત્પન્ન થાય છે. નિંદ્રાથી સવારે શરીર અતિ તાજગી- સ્ફુર્તિ અનુભવે છે. મોડા સુવાથી મોડા ઉઠવાની ટેવ પડે છે. સૂર્ય ઉદય પછી ઉઠવાની આયુર્વેદે મના કરી છે. તે કહે છે કે આયુષ્ય ઘટે છે. અનિંદ્રાથી રોગ થાય. રોગ અકાળે મૃત્યુ લાવે છે. તેજ આયુષ્યનો ઘટાડો. મોડા ઉઠવાથી અનિયમિતા પ્રવેશે છે. કાર્ય- વ્યવસાય નોકરી ધંધો અનિયમિત શરૃ થાય છે જે લાંબેગાળે નુકશાન કરે છે. (૩) કરોડ કામ મૂકી કુદરતી હાજતે જવું જેવા કે, પેશાબ-સંડાસ. કુદરતી આવેગો રોકવાથી અનેક વિધ દર્દો થાય છે. આંતડા સ્વભાવિક રીતે પોતાની ક્રિયા દ્વારા મળને બહાર ધકેલે છે. ત્યારે આપણે કામમાં મશગુલ રહીને કે વાતોના વડા કરતાં હાજતે જતાં નથી જેથી આંતરડાની ગતિ પર એની ક્ષોભક અસર થાય છે અને મળ આંતરડામાં પડયો રહે છે. જેથી ગુદા માર્ગના આંતર અવયવો શિથિલ અને નબળા બને છે. અને મળ બહાર કાઢવા બળ કરવું પડે છે. આના કારણે હરસ-ભગંદર જેવા રોગો થાય છે કે આંતરડાના રોગો થાય છે. પેશાબ દ્વારા આપણા શરીરમાં ગએલા અને સંગ્રાયેલા નાના મોટા વિજાતીય દ્રવ્યો, ઝેરો, ક્ષારો બહાર - આવી જાય છે. જેથી આપણે નિરોગી રહીએ છીએ. પેશાબની હાજત થવા છતાં તેને રોકીએ છીએ. જેથી પેશાબની અટકાયત થતાં જે વિજાતીય દ્રવ્યો બહાર નીકળવાને બદલે અંદર અડો જમાવે છે. પરિણામે મૂત્ર માર્ગના દર્દો થાય છે. મૂત્ર માર્ગમાં શૂળ, ચસકા, શોથ નાભી-વૃષભ પર થઈ દુઃખાવો થાય છે તે મગજના જ્ઞાન તંતુઓની ક્રિયાને નબળી પાડે છે. તેનાથી નબળાઈ ચક્કર આવે મૂત્રાશય (બ્લેડર)ની ગ્રાહક અને પકડ શકિત નબળી પડવાથી ખબર વિના પેશાબ ટપકે કે ચાલુ રહે છે. ક્ષારનો સંગ્રહ થતાં કમર દુઃખે. પથરી થાય. વૃષણમાં પાણી ભરાય વગેરે અનેક દર્દ થાય છે. (૪) દરરોજ એકવાર સ્નાન કરવું સ્વચ્છ ત્વચા એસ્વાસ્થ્યનું પ્રતિક છે. અતિ કિંમતી અતિ સૂક્ષ્મ અતિ મુલાયમ ચામડીના રોગથી બચાવવા સ્નાન જરૃરી છે. ચામડીમાંથી નીકળતા સ્વેદની દુર્ગંધ માટે પણ સ્નાન જરૃરી છે. શરીરના અંગો બગલ-સાથળના મૂળ. ઈન્દ્રિય ત્વચાને દરરોજ સ્નાનથી સાફ કરવી જ જોઈએ. તેમાં આળશ રોગને આમંત્રણ આપે છે. દરોજ એકવાર સ્નાન સામાન્યજન માટે છે. પરંતુ ખેડૂત કારખાનાના કામદારો - મજૂર વર્ગો કામથી પરવારી રાત્રે અને સવારે બે વાર સ્નાન કરવું આવશ્યક છે. (૫) દર ચાર દિવસે એક વાર નખ ઉતારવા - દાઢી કરાવવી. ચાર દિવસે નખ કાપવા આપણા આચાર્યોએ સૂચના આપી છે. નખ નહિ કાપવાથી નખમાં મેલ ભરાય છે. મેલમાં રોગના જંતુ હોય છે. માથામાં ખોડો શરીરે ખરજવું ખસ-દાદરમાં ખંજવાળ આવે છે તેને ખંજોળવા નખનો ઉપયોગ થાય છે તે દર્દો ખંજોવવાથી તે દર્દોના જંતુ નખમાં ભરાઈ બેસે છે તે હાથથી પાણી પીવાથી ગોળાના પાણીમાં-જમવાથી પેટમાં અને અન્યને આ નખથી સ્પર્શ કરવાથી આ રોગના જંતુથી રોગ ફેલાય પણ છે અને નિજ વ્યક્તિને પણ રોગો થાય છે. વાળ દાઢી પણ દર ચાર કે આઠ દિવસે કરવી જરૃરી છે. બગલના વાળ, ગુપ્ત ભાગના વાળ પણ આઠ દિવસે સાફ કરવા જ જોઈએ તેમ નહિ કરવાથી ચામડીના રોગ પ્રમાણે જ રોગો થાય છે. (૬) દર આઠ અને પંદર દિવસે એક ટાણું- ઉપવાસ કરવો ઉપવાસ એકટાણાંના મહત્વ પાછળ એક કારણ ભારતીય આરોગ્ય વિજ્ઞાન - આયુર્વેદ પણ છે. કારણ આયુર્વેદ કહે છે કે, આમ એટલે નહી પચેલો આહારજન્ય અપકવ ”રસ” જ બધાં રોગનું મૂળ છે. આ વાત આયુર્વેદ છાતીઠોકીને કહે છે અને તેનું ઔષધ બંધન કહે છે. ।। બંધન પરં ઔષધમ્ ।। બંધન એટલે ઉપવાસ જ આ આમને પચાવવાનું મહત્વનું મોટું ઔષધ છે. માનવનું મૂળ બળ જઠરાગ્નિ છે. જઠરાગ્નિ બગડે કે પાચન બરાબર થાય નહિં એટલે અગ્નિને સતેજ કરવા તેને આરામની જરૃર છે. ઉપવાસ કે એકટાણા તેને આરામ આપે છે. (૭) મહિને એક વાર સંભોગ કરવો. શારીરિક સુખ, પત્ની સંગ, પણ આચારસંહિતા છે. સ્ત્રી-પુરૃષ પુખ્ત ઉંમરના થાય ત્યારે રજોધર્મના સમયના પાંચ દિવસ બાદ એકી દિવસે અથવા બેકી દિવસે સ્ત્રી સંગ કરવો ને રાત્રીના સમયે એક જ વાર. તે સમય પણ નક્કી કરેલો છે. તેના આસન બતાવ્યા છે તે નિયમ પ્રમાણે જ સ્ત્રી સંગ કરવો અને આખા માસ દરમ્યાન પાચ વખત જ. કારણ કે ગર્ભસંહિતા નામના આયુર્વેદના ગ્રંથમાં બતાવ્યું છે કે માસિક આવ્યા પછી પ્રથમ દિવસથી સોળ દિવસ સુધીમાં જ સ્ત્રી સંગ કરવો આ સમય દરમ્યાન અંડમાંથી રજ બહાર પડે છે અને તેમાં શુક્ર-જંતુનું મિલન થતાં ગર્ભધારણ થાય છે. સત્તર દિવસ પછી રજ બહાર પડવાનું બંધ કરે છે. અત્યારના આધુનિક જમાનામાં સેક્સ-સેક્સના દ્રશ્યો, સેક્સના વાચન વધી જતાં પુરૃષ માનવ મટી દાનવ બન્યો છે. તમામ પશુ-પક્ષી-ખર વરસમાં માદા રજસ્વલા થાય ત્યારે જ સંભોગ કરે છે. જેથી તેની તાકાત વખણાય છે અને એક જ વખતના મિલનથી માદા ગર્ભવતિ બને છે. તેના સામે માનવ પરણ્યાની પહેલી રાતે બે થી ત્રણવાર અને માદા ગર્ભવતી થતી નથી. માસિક પછી માસ દરમ્યાન પાંચવારથી વધારે વાર સ્ત્રીસંગ કરશે નહિં જેમ બંનેના શરીર નિરોગી રહેશે. આ શિખામણ પ્રમાણે પતિ-પત્ની આચરણ કરે તો જરૃર ૧૦૦ વરસ જીવે. (૮) છ મહિને એક વાર પર્યટન કરવું (દેશાટન) પર્યટન એટલે યાત્રા પ્રવાસ. છ મહિને એકવાર પર્યટન કરવાથી બહારની દુનિયાની પીછાણ થાય અન્ય રાજ્યના રીત, રિવાજ-ખાન-પાન-પહેરવેશ, લગ્નપ્રથા વગેરે નવું નવું જાણવા મળે. પર્યટનને કારણે અહંમ ઓગળે છે ભાવ જાગે છે. અહંમ ગયો ભાવ આવ્યો. ભાવ આવતા ડાયાબીટીસ, હાઈ બી.પી. ભાગવા માંડે છે. આ અનુભવેલી સત્ય ઘટના છે. પર્યટનથી હવા ફેર થાય. નવા નવા માનવ સાથે પરિચય થાય. અરસ પરસ ભાવ જાગે. પર્યટનથી આહાર પર કાબુ આવે. ધર્મ વધશે. પાપ જશે. (૯) વરસે એક વાર યાત્રા પ્રવાસ કરવો. બાર મહિને એકવાર યાત્રા પ્રવાસ કરવાથી ધર્મભાવના જાગૃત થાય છે. માનવ માનવ બને છે. યાત્રામાં જાત જાતની જ્ઞાતિના માનવ હોવા છતાં યાત્રા દરમ્યાન એક થઈ જાય છે સાથે જમે છે સાથે હરેફરે સાથે સયન કરે છે જેથી અમે એક જ ડાળના પંખી છીએ એક જ પિતા (ઈશ્વર)ના સંતાનો છીએ તેવી પ્રતિતી થાય છે. ધર્મ વધે છે. ( source : http://www.gujaratsamachar.com/beta/network/nw101108-2.html ) |
સંસારમાં રહીને સુખી થવા માટેની કળા : ચાણક્ય (by Admin, published Thursday, 15 January 2009 19:05)
સંસારમાં રહીને સુખી થવા માટેની કળા ચાણક્ય શિખવે છે ઘણા માણસો માને છે કે પૈસાથી સુખ મળે છે. બીજા કેટલાક લોકો માને છે કે સમાજમાં પ્રસિદ્ધિથી અને સત્તાથી સુખ મળે છે. ઘણા લોકોને જમીનજાગીરમાં અને જરજવેરાતમાં સુખ દેખાય છે, પણ જેમની પાસે આ બધું છે, તેઓ પણ ખરેખર સુખી નથી. તો પછી સાચા સુખની પ્રાપ્તિ કોને કહેવાય ? આ સવાલનો જવાબ આપણને 'ચાણકયનીતિ' માંથી મળે છે. હકીકતમાં સુખની પાછળ દોટ મૂકતાં આજના માનવને સંસારમાં કઇ ચીજોથી સાચું સુખ મળે છે, તેની જ ખબર નથી. સુખી બનવા માટેની ચીજો પૈસાથી ખરીદી શકાતી નથી.
ચાણકય કહે છે કે, 'જે વ્યકિતના ઘરમાં આનંદમંગળનું વાતાવરણ પ્રવર્તતું હોય, સંતાનો બુદ્ધિશાળી હોય, પત્ની પ્રિયભાષિની હોય, પોતે ઉદ્યમી હોય, નીતિથી કમાયેલું ધન હોય, ઉત્તમ મિત્રો હોય, જેને પોતાની પત્ની પ્રત્યે આદર હોય, જેના નોકર-ચાકર આજ્ઞાંકિત હોય, જેના કુટુંબમાં અતિથિને આદર અપાય છે, ઇશ્વરની ઉપાસના થાય છે, ઘરમાં દરરોજ સ્વાદિષ્ટ ભોજન બને છે, પીવા માટે મીઠાં પાણીની વ્યવસ્થા છે અને જે ગૃહસ્થને હંમેશા સજ્જન વ્યકિતની સંગતિ કરવાની તક મળે છે, તે ધન્ય બની જાય છે.'
શું ફોર્બ્સની યાદીમાં જે અબજોપતિઓને સ્થાન આપવામાં આવ્યું છે તેઓ આ બધી બાબતમાં સુખી છે ખરા ? સુખી થવા માટે ચાણકયે જે ચીજોની આવશ્યકતા બતાવી છે, તેમાં ધનથી ખરીદી શકાય તેવી ભાગ્યે જ કોઈ ચીજો છે. મનુષ્ય પૈસાદાર બની જાય એટલે તેના સંતાનો બુદ્ધિશાળી પેદા થાય, એવું જરૃરી નથી. બુદ્ધિશાળી અને આજ્ઞાંકિત સંતાનો પૂર્વ ભવના કોઈ પુણ્યથી જ પ્રાપ્ત થાય છે. પ્રિયભાષિની પત્ની પણ આજના કાળમાં બહુદુર્લભ ગણાય છે. શ્રીમંતોની પત્ની કર્કશા ન હોય તેવી કોઈ ગેરન્ટી નથી. માણસ પાસે અમર્યાદિત ધન હોય પણ તે અનીતિથી કમાયેલું હોય તો તે ધન માણસને સુખ આપી શકતું નથી. અનીતિને કારણે તે મનુષ્ય ઘણા સાથે દુશ્મનાવટ વહોરી લે છે અને શાંતિથી જીવી શકતો નથી. સંસારના સુખોની પ્રાપ્તિ માટે મર્યાદિત ધનની જરૃર પડે છે તેની ના નથી, પણ આ ધન જો નીતિથી કમાયેલું હોય તો જ કામ લાગે છે. અનીતિની કમાણી કદી સુખ આપી શકતી નથી. પત્ની પ્રિયભાષિની હોય, એટલું પૂરતું નથી. પતિને પોતાની પત્ની પ્રત્યે પ્રેમ અને આદર હોવા પણ બહુ જરૃરી છે. પતિને જો પત્ની પ્રત્યે તિરસ્કારભાવ હોય તો ઘરની લક્ષ્મી સંતુષ્ટ નથી રહેતી પણ સતત કચવાટમાં રહે છે. સ્ત્રીને પ્રસન્ન રહેવા માટે માત્ર ધન, દોલત, વસ્ત્રો અને આભૂષણો ઉપરાંત સન્માન અને સત્કારની પણ જરૃર રહે છે. શ્રીમંતો ઘણી વખત પોતાની પત્ની સાથે પગલૂછણિયાં જેવું વર્તન કરતાં હોય છે. બીજાની હાજરીમાં તેઓ પત્નીનું અપમાન કરતા હોય છે અને તેને ઉતારી પાડતા હોય છે. જે ઘરની લક્ષ્મીની આંતરડી કકળતી હોય, તે ઘરમાં કદી આનંદમંગળનું વાતાવરણ પ્રવર્તી શકતું નથી. પૈસાથી નોકર-ચાકર ખરીદી શકાય છે, પણ તેમનો આદર ખરીદી શકાતો નથી. નોકર-ચાકરનો આદર મેળવવા માટે તેમની સાથે દયાળુ અને માયાળુ વર્તન કરવું જરૃરી બની જાય છે. જે શેઠને આજ્ઞાંકિત નોકર-ચાકર મળ્યા હોય તેઓ જ સુખી બની શકે છે. નોકર-ચાકરની વફાદારી કેવળ પગારથી નહીં પણ ચારિત્ર્યથી અને સારા વર્તનથી જ ખરીદી શકાય છે. જે પરિવાર સંસ્કારી હોય તેમાં જ નિયમિત અતિથિઓની અવરજવર ચાલુ રહે છે. અતિથિ વગરના મહેલની કોઇ કિંમત નથી, પણ અતિથિની અવરજવર ધરાવતાં ઝૂંપડાંમાં પણ આનંદનું વાતાવરણ જોવા મળે છે. અતિથિ પૈસાના નહીં પણ ભાવનાના ભૂખ્યા હોય છે. આજકાલ શ્રીમંતો પાસે ધન બહુ હોય છે, પણ પત્નીને રસાઈ કરવાની આળસ હોય છે અને નોકર-ચાકરો મળતા નથી, જેને કારણે હોટેલનું ખાવાનું ખાવું પડે છે. જે મનુષ્ય બે ટંક ઘરની રસોઇ પણ જમી ન શકે, તેને સુખી ગણી શકાય નહીં. સજ્જન વ્યકિતની સોબત કરવા માટે આપણે પણ સજ્જનતા કેળવવી પડે છે. સજ્જનોની સોબત પણ ધનથી ખરીદી શકાતી નથી. જે શાણા પુરુષો પોતાના ભાઇભાંડુઓ સાથે સજ્જનતાથી વર્તે છે, બીજાઓ પ્રત્યે દયા રાખે છે પણ દુર્જનો પ્રત્યે જેવા સાથે તેવાનો વ્યવહાર રાખે છે, વિદ્વાન સાથે સરળતાથી અને પાપી સાથે કડકાઇથી વર્તે છે, શક્તિશાળી વ્યક્તિ સાથે ખુમારીથી વર્તે છે, ગુરુ, માતાપિતા અને આચાર્ય પ્રત્યે સહનશીલ થઇ વર્તે છે અને સ્ત્રીઓ ઉપર આંધળો વિશ્વાસ નથી મૂકતા તેઓ સંસારમાં સફળ થાય છે. અહીં ચાણકય આપણને જેવા સાથે તેવા થવાની બહુ પ્રેકિટકલ શિખામણ આપે છે. સંતમાં અને ગૃહસ્થમાં ફરક છે. સંતોને બધા જ પ્રત્યે કરૃણા હોવી જોઈએ, પણ જેને પોતાના પરિવારનું રક્ષણ કરવાનું છે અને આર્થિક વ્યવહારો નિભાવવાના છે તે બધા પ્રત્યે કરૃણા રાખીને પોતાની જવાબદારી નિભાવી શકે નહીં. આ કારણે જ ચાણકયે દુર્જન પ્રત્યે દુર્જુન જેવો વ્યવહાર કરવાની સલાહ આપી છે. દુર્જનો સાથે માયાળુ વર્તન કરવામાં આવે તો તેઓ તેને આપણની નબળાઈ ગણીને આપણને વધુ હેરાન કરવાની કોશિષ કરે છે. આ કારણે 'શઠં પ્રતિ શાઠયં'ની નીતિ અપનાવવી જ પડે છે અને હૃદયમાં કરૃણા રાખીને પણ પાપીઓ સાથે કડક વ્યવહાર રાખવો પડે છે. તાજેતરમાં આંતકવાદીઓએ મુંબઇ ઉપર સશસ્ત્ર હુમલો કર્યો અને સેંકડો નિર્દોષ માનવીઓની કતલ કરી તેમની સાથે સૌજન્ય દાખવી શકાય નહીં. કોઇ ધર્મગુરુ તેમને માફ કરી દેવાની ભલામણ કરે તો પણ જેમની ઉપર પ્રજાના જાનમાલની રક્ષા કરવાની જવાબદારી છે, તેઓ આતંકવાદીઓની દયા ખાઈ શકે જ નહીં. તેઓ જો દયા ખાય તો પોતાના આશ્રિતોનું રક્ષણ કરી શકે નહીં. સજ્જન અને સુખી માણસોના લક્ષણો વર્ણવ્યા પછી હવે ચાણકય દુર્જન અને દુઃખી માણસોનાં લક્ષણોનું પણ વર્ણન કરે છે, જેને વાંચીને આપણે અત્યારે કઇ કક્ષામાં છીએ તેનો ખ્યાલ આવે છે. જેના હાથે કદી દાનકર્મ થતું નથી, જેના કાને કદી વિદ્વાનોનાં વચન પડતાં નથી, જેણે પોતાના નેત્રોથી સજ્જન પુરુષના દર્શન નથી કર્યા, પગપાળા તીર્થોની યાત્રા નથી કરી, અન્યાયથી ધન એકઠું કરીને પણ જો સમાજમાં ઘમંડથી જીવે છે તેને ચાણકય શિયાળ જેવા નીચ ગણાવે છે. આવી વ્યકિતઓને ચાણકય કહે છે, "તમારે આ સંસારમાં જીવતા જ રહેવું જોઈએ નહીં પણ શક્ય એટલો જલદી આ નીચ શરીરનો ત્યાગ કરી દેવો જોઈએ." આજે આપણા સમાજમાં શ્રીમંતો ઘણા છે, પણ પોતાની લક્ષ્મીનો સદુપયોગ પરોપકારનાં કાર્યોમાં કરતા હોય તેવા પુણ્યશાળીઓ બહુ ઓછા છે. લક્ષ્મી મેળવવા માટે નસીબની જરૃર પડ છે, પણ પુણ્યથી પ્રાપ્ત થયેલી લક્ષ્મીનો સદુપયોગ કરવાની ઇચ્છા જબરદસ્ત પુણ્ય હોય તેને જ થાય છે. બાકીના શ્રીમંતો પોતાની લક્ષ્મીનો ઉપયોગ દાનપુણ્યમાં નથી કરતાં તેમને આ લક્ષ્મી કદ સુખ આપી શકતી નથી. માણસ પાસે ધન આવી જાય એટલે તેનામાં વિદ્વતા આવી જાય અને તે જ્ઞાની બની જાય એવું જરૃરી નથી. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જ્ઞાનીનાં વચનો સાંભળવા જોઈએ અને તેને વિનયપૂર્વક હૃદયમાં ઉતારવાની કોશિષ પણ કરવી જોઈએ. જેને એવું અભિમાન છે કે મારી પાસે દુનિયાનું બધું જ્ઞાન છે તે કદી જ્ઞાનીનાં વચનામૃતો સાંભળવા જતો નથી પણ કૂવામાંના દેડકાની જેમ પોતાની સંકુચિત દુનિયામાં જ મસ્ત રહે છે. જે વ્યકિત અહંકારી છે તેને સજ્જનો સાથે પણ ફાવતું નથી. સજ્જનો આવી અભિમાની વ્યકિતનો પડછાયો પણ લેવાનું પસંદ કરતાં નથી.
જેને ઇશ્વરમાં શ્રદ્ધા નથી હોતી તે કષ્ટો ઉઠાવીને તીર્થયાત્રા કરતા નથી પણ તીર્થસ્થાનોમાં પણ મોજ કરવા જાય છે. તેમને યાત્રાનું ફળ નથી મળતું પણ પાપની વૃદ્ધિ થાય છે. આવા મનુષ્યો ધનવાન હોય તો પણ દયાને પાત્ર છે. ચાણકયે સજ્જન પુરુષોના અને સત્સંગના ભારે ગુણગાન કર્યા છે. ચાણકય કહે છે કે, 'સજ્જન પુરુષોના દર્શનમાત્રથી પુણય પ્રાપ્ત થાય છે, કારણ કે સંત પુરુષ સાક્ષાત્ તીર્થસ્વરૃપ છે. તીર્થયાત્રા કરનારને યોગ્ય સમય આવે ત્યારે ફળ મળે છે, જ્યારે સંતના સમાગમથી તાત્કાલિક ફળની પ્રાપ્તિ થાય છે. સજ્જન વ્યકિતની સંગતમાં રહીને દુર્જન પણ સજ્જન બની શકે છે, પણ સજ્જન વ્યકિતમાં દુર્જનના ગુણો ક્યારેય આવતા નથી. માટે સુખી થવા ઇચ્છનારે સજ્જનોનો સંગ કરવો જોઈએ.' ચાણકયનાં આ બધાં જ વાક્યોનો સાર એક જ વાક્યમાં આપી શકાય કે, 'સુખી બનવા માટે સજ્જન બનવું અનિવાર્ય છે, દુર્જનો કદી સુખી બની શકતા નથી.' આ સારને પામ્યા પછી આપણે બધાએ દુનિયામાં સજ્જનોની શોધ આદરી દેવી જોઈએ અને તેમની જ સંગત કરવી જોઈએ.
|
Easy Copy Paste (by Admin, published Thursday, 18 December 2008 18:30)
Copy Paste With Ease ( only with mouse movement )Description: We all use copy and paste everyday. This small utility will make you more happy while doing copy + paste. This will reduce your keystrokes and mouse clicks considerably. It provides following 2 functionality. 1) Copy Paste with Ctrl and Alt Key : Select the text / file you want to copy then press Ctrl key twice to copy and Alt key twice to paste 2) Copy Paste with Mouse Movement ( no click required ): to copy: Select the text / file you want to copy then move your mouse to left half of top part of the screen to Paste : move your mouse to right half of top part of the screen Note: If you keep your mouse at right half of top part of the screen, it will keep on pasting repeatedly Download: Download CPMCopyPaste.zip from Downloads Section, the source and the executable program for this Click on the “CPMCopyPaste.exe” file to start the program. To exit from it, right click on below icon in your task bar and press exit
If you really like this software like I do, I would encourage you to browse through the AutoHotKey Forum Page |
Easy AltTab (by Admin, published Thursday, 18 December 2008 18:34)
AltTab With Ease + Automatic controllable mouse click with hotkeyDescription: This small utility will make you more happy while working on your computer. This will reduce your keystrokes and mouse clicks considerably. It provides following 2 functionality. 1) Easier AltTab : When you take your mouse to extreme left corner, it will allow you to choose between different running task. This is similar to pressing Alt + Tab key continuously. To choose a particular application just move your mouse from the extreme left side of your computer. At start it will feel somewhat faster for you to check and release the mouse, but as you continue to use it you will get used to it. 2) Controllable Automatic Mouse left Click: Once this program is started, your mouse will automatically send Left Click to the current mouse position at every 1 Second provided mouse position is unchanged for 1 Second. This happens only once if you do not move your mouse, that means it stops clicking the same position until you move your mouse. Also, You can turn ON / OFF this mouse feature by pressing “Window Key” + “T” Download: Download file AltTab_MouseClick.zip from Downloads Section, the source and the executable program for this, Click on the “AltTab_MouseClick.exe” file to start the program. To exit from it, right click on below icon in your task bar and press exit
If you really like this software like I do, I would encourage you to browse through the AutoHotKey Forum Page |
Indian Language Typing (by Admin, published Thursday, 18 December 2008 18:23)
ગુજરાતી મા લખૉ - Type in Gujarati Below are the links I found to be great to write in Gujarati (Unicode - No extra fonts needs to be installed ). You can give it a try… हिन्दी में लिखिए - Type in Hindi Below are the links I found to be great to write in Hindi (Unicode - No extra fonts needs to be installed ). You can give it a try… 1. Google Hindi Pad 2. Mouse Based Typing |
Mumbai Terror Attack - People Anger (by Admin, published Tuesday, 16 December 2008 15:16)
MumBai Terror Attack - People Anger Pictures are from the demonstration at Gateway Of India, Mumbai on 03/12/2008. These will show us the POWER that a common man has in Democracy Politicians, If you are not going to work for people to decided to, you will sooner or later been thrown out You can Download the full album in Download Section. |
Childhood memories (by Admin, published Thursday, 18 December 2008 17:14)
15 yrs ago, Things We Love In INDIAहव्किंग प्रेशर कुकर

हमारा बजाज 
लिज्जत पापड़ 
विक्रम बेताल 
तेनाली राम
 महाभारत
 टीपू सुलतान
 पान पराग , पान मसाला
 जोहनी एंड Giant ROBOT
 our only favourite channel
 रामायण 
मोगली और बघीरा
 सब की पसंद , निरमा
 बन्दर छाप लाल दंत मंजन 
तंदुरस्ती की रक्षा करता है लाइफ बॉय
 शादी और तुमसे , कभी नही
 मेरा प्यारा रसना
 कोलगेट सफेद टूथ पावडर
 |
Have a Look (by Admin, published Tuesday, 16 December 2008 18:55)
Have a look at these amazing pictures |
Advance Loan Amortization / EMI Calculator (handling change of rate/tenure) (by Admin, published Thursday, 18 December 2008 18:05)
Below is my Excel based Loan amortization / EMI calculator. This will handle impact of following 1) change in rate of interest 2) making part payment You can either change EMI or tenure to handle above. Full Description is provided in the sheet itself. Do let me know your feedback on this tool and if any problem you faced while using it. Download: Download Excel sheet Advance_Loan_Amortization_EMI_Calc.xls from Downloads Section. ScrrenShot: 
|
SuDoKu Solver (by Admin, published Thursday, 18 December 2008 17:00)
Solve Sudoku This is a excel based sudoku solver, which helps to solve sudoku puzzles. For information regarding sudoku puzzle ( rules, how to play ), Click Here.ScreenShot : Download : Download Sudoku_solve.xls from Download Section ( See also: http://www.sudokusolver.co.uk/, which provides web based interface and lots of examples ) Try it here | |